સસ્તી લોન અને પ્લોટની લાલચ આપી 1.10 લાખ સેરવી લેવાયા
copy image

સસ્તી લોન અને પ્લોટની લાલચ આપી 1.10 લાખની ઠગાઈ થતાં ભુજના શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ મામલે સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર ગત વર્ષ 2022ના ઓકટોમ્બરથી નવેમ્બર દરમ્યાન બનેલી આ ઘટના અંગે ગત દિવસે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ બનાવ અંગે મુંદ્રા ખાતે આવેલ ગેલડાના રહેવાસી આશાબા ધર્મેન્દ્રસિંહ જાડેજા દ્વારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. નોંધાવેલ ફરિયાદ અનુસાર ભુજના આરોપી શખ્સે ફરિયાદીના પતિને સસ્તી લોન અને પ્લોટ આપવાની લાલચ આપી કાગળો તથશ સહીવાળા કોરા ચેક મેળવી લીધા હતા. ત્યાર બાદમાં આરોપી શખ્સેએ મોર્ગે જ લોન પાસ કરાવીને પ્લોટના બહાને સિકયોરિટી પેટે લેધેલ ચેક દ્વારા ફરિયાદીની જાણ બહાર તેના ખાતામાંથી બારોબાર રૂા. 1.10 લાખ સેરવી લીધા હતા. નોંધનીય બાબત છે કે, આ આરોપી શખ્સ વિરુદ્ધ અગાઉ પણ ફરિયાદ નોંધાયેલ છે. પોલીસે આ અંગે ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.