ભરુચમાં જીલ્લા ન્યાયાલય તથા તાબાની તાલુકા કોર્ટોમાં યોજાયેલ રાષ્ટ્રીય લોક અદાલતમાં કુલ : ૧૬,૨૯૦ કેસોનો સુખદ નિકાલ થયો

image-46

રાષ્ટ્રીય કાનુની સેવા સત્તા મંડળ,નવી દિલ્હીના આદેશ અનુસાર અને નામદાર ગુજરાત રાજય કાનુની સેવા સત્તા મંડળ, અમદાવાદના ઉપક્રમે ભરુચ જીલ્લા કાનુની સેવા સત્તા મંડળના ચેરમેનશ્રી વી. કે. પાઠક સાહેબશ્રીના માર્ગદર્શન અને સેક્રટરીશ્રી ડી. બી. તિવારી સાહેબશ્રીના સંચાલન હેઠળ લોક અદાલતનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં ભરૂચ જિલ્લાના મુખ્ય જીલ્લા ન્યાયાધીશશ્રી વી. કે. પાઠક સાહેબશ્રી અને અન્ય ન્યાયાધીશ સાહેબશ્રીઓના વરદ હસ્તે દિપ પ્રાગય કરી લોક અદાલત ખુલ્લી મુકવામાં આવેલ હતી. જેમાં ભરૂચ હેડ કવાર્ટરના ન્યાયાધીશશ્રીઓ વકીલ બારના પ્રમુખશ્રી અને હોદેદારો, સરકારી વકીલશ્રીઓ, ન્યાયખાતાના કર્મચારીઓ તથા ડી.જી.વી.સી.એલ., બેન્કો અને ફાઈનાન્સીયલ ઈન્સ્ટીટયુશનના અધિકારીઓ ઉપસ્થીત રહેલ હતા.
સદરહું લોક અદાલતમાં ભરૂચ જિલ્લાની તમામ કોર્ટસ ઘ્વારા પોસ્ટ-લીટીગેશન કેસો, પ્રી-લીટીગેશન કેસો તેમજ ટ્રાફીક ઈ-ચલણ કુલ મળીને ૨૯,૦૫૧ કેસો નિકાલ અર્થે મુકવામાં આવેલ હતા, જેમાંથી લોક અદાલતના અંતે સમગ્ર ભરૂચ જિલ્લા માંથી લોક અદાલતના : ૧૫૪૨ કેસો, સ્પેશીયલ સીટીંગના : ૧૦,૭૦૨ કેસો, પ્રી–લીટીગેશનના : ૯૬૮ કેસો અને ઈ–ચલણના : ૩૦૭૮ મળી કુલ : ૧૬, ૨૯૦ કેસોનો સુખદ નિકાલ ક૨વામાં આવેલ છે.

રિપોર્ટર:- કેતન મહેતા, ભરૂચ