ગરમીમાં વધારો થતાં ભુજ કચ્છમાં અન્ય મથકોની સરખામણીએ સૌથી વધુ ગરમ મથક બન્યું
copy image

જાણવા મળી રહ્યું છે કે, ભુજ કચ્છમાં અન્ય મથકોની સરખામણીએ સૌથી વધુ ગરમ મથક હતું. કચ્છ જિલ્લામાં ગરમી વધવાની સાથે દિવસ અને રાત્રિનું તાપમાન ઉંચકાયું હોવાનું અનુભવાઈ રહ્યું છે. જાણવા મળી રહ્યું છે કે, ભુજમાં ગરમી વધતાં દિવસે પારો 2.6 ડિગ્રીથી 35.2 ડિગ્રીએ પહોંચ્યો હતો. જયારે રાત્રિનું તાપમાન પણ 1.4 ડિગ્રી ઉંચકાઇને 18.4 ડિગ્રીએ પહોંચતાં રાતના સમયે પણ ગરમીનો અનુભવ થયો હતો. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર મુજબ સપ્તાહ દરમ્યાન મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં કોઇ મોટા ફેરફાર થવાની શક્યતા નહિવત જણાઈ રહી છે.