કચ્છ જિલ્લાના આર્થિક પાટનગર ગાંધીધામમાં બાળ મજૂરીના કિસ્સાઓમાં વધારો : 6 વર્ષની ઉમરે બાળકો કરી રહ્યા છે લારી ગલ્લા પર મજૂરી
કચ્છ જિલ્લાના આર્થિક પાટનગર ગાંધીધામમાં બાળ મજૂરીના કિસ્સાઓમાં વધારો થતો જોવા મળી રહ્યો છે,ત્યારે આ મામલે પ્રાપ્ત થતી વિગતો મુજબ 6 વર્ષની ઉમરના બાળકો લારી ગલ્લા, કચેરીઓ, રેસ્ટોરંટ જેવા ઉદ્યોગોમાં મજૂરી કરતાં જોવા મળી રહ્યા છે. સસ્તી મજૂરીનું આકર્ષણ ઘણી વખત સગીર કામદારોને રોજગારી આપવાના કાયદાકીય અને નૈતિક અસરોને અવગણવા, શોષણ અને ગરીબીના ચક્રને ચાલુ રાખવા માટે પ્રેરિત કરે છે.લોકમાં ચર્ચાઈ રહ્યું છે કે, કોવિડ-19 રોગચાળાએ આ પરિસ્થિતિને વધુ વેગવંતી બનાવી દીધી છે, કેટલાક પરિવારો આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે, પૂરતી આવક ન હોવાના કારણે બાળકોને કામ પર મોકલવાની ફરજ પડી છે. તેમજ ઓનલાઈન શિક્ષણની પહોંચનો અભાવ બાળકોના શોષણની નબળાઈમાં વધારો કરે છે.