નખત્રાણાની આસપાસની સરકારી જમીન પર થયેલ ગેરકાયદેસર બિનઅઘિકૃત દબાણ દુર કરવા બાબત

આજરોજ તા.૧૩ મી માર્ચ ૨૦૨૪ ના મોજે : નખત્રાણામોટા તા.નખત્રાણા માં આવેલ સરકારી ટ્રાવર્સ સર્વે નં.૪૫૦/પૈકી ૧૪૩ વાળી જમીન થયેલ ગેરકાયદેસર બિનઅધિકૃત કોમર્શીયલ દબાણો દુર કરવામા આવેલ. આ કામગીરી અંતર્ગત શ્રી એ.એન.શર્મા, મામલતદાર નખત્રાણા ઘ્વારા તમામ દબાણકારોને જ.મ.કા.ક-૨૦૨ હેઠળ દબાણ હટાવવા નોટીસ આપવામાં આવેલ હતી. જે ગેરકાયદેસર બિનઅઘિકૃત કોમર્શીયલ દબાણો આજરોજ તા.૧૩/૩/૨૦૨૪ ના બપોર બાદ પ્રાંત અઘિકારીશ્રી, નખત્રાણા શ્રી સુરજ સુથાર ઉપસ્થિતીમાં તેમના માર્ગદર્શન તળે, પોલીસ ઇન્સ્પેકટરશ્રી આર.આર.સોલંકી તથા તેમની પોલીસ ટીમ તથા પી.જી.વી.સી.એલ. સ્ટાફની હાજરીમાં દુર કરવાની કાર્યવાહી કરવામાં આવી. જે કાર્યવાહી હેઠળ કુલ ૧૩ (તેર)-મોટા પાકકા કોમર્શીયલ દબાણો તથા ૬ (છ)-નાના કાચા કોમર્શીયલ દબાણો દુર કરવામાં આવેલ. તથા કુલ અંદાજીત ૫૮૧૫ ચો.મી. જમીન જેની જંત્રી મુજબની કીંમત રૂા.૧,૦૩,૨૭,૪૪૦/- અંકે રૂપીયા એક કરોડ ત્રણ લાખ સત્યાવીસ હજાર ચારસો ચાલીસ પુરા થાય છે તે જમીન દબાણ મુકત કરી ખાલી કરાવવામાં આવી.