ભચાઉ ખાતે આવેલ રામપર ગામના સીમ વિસ્તારમાં ટોળાંનો હુમલો

ભચાઉ ખાતે આવેલ રામપર ગામના સીમ વિસ્તારમાં સોલાર પ્રોજેક્ટની જમીન સાફ-સફાઈ તથા ફેન્સિંગના કામ મુદે્ ટોળાંએ ફરિયાદી તથા સિક્યુરિટી ગાર્ડના માણસો પર હુમલો કરી દેતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ મામલે પ્રાપ્ત થતી વિગતો મુજબ આ બનાવ અંગે રવિરાજ એન્ટપ્રાઈઝ પ્રા.લિ.ના સુપરવાઈઝર મયૂર સુભાષભાઈ રજપૂત દ્વારા આરોપી શખ્સો વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. નોંધાવેલ ફરિયાદ અનુસાર ગત તા. 11/3ના સાવારના સમયે આરોપી શખ્સો વાહનો લઈને આવેલ અને અહીં કામ નહીં કરવા કહી આ કામ અમને મળ્યું હોવાનું કહીને ઝગડો કર્યો હતો. ઉશ્કેરાયેલા આરોપી શખ્સોએ ફરિયાદી તથા સિક્યુરિટી ગાર્ડના માણસો પર હુમલો કરી દીધો હતો. પોલીસે આ અંગે ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.