કુકમાથી માધાપર જતા ટ્રેક પર ટ્રેન તળે આવી જતાં યુવાનનું મોત

copy image

copy image

સૂત્રો દ્વારા જણાઈ રહ્યું છે કે, કુકમાથી માધાપર જતા ટ્રેક પર ટ્રેન તળે આવી જતાં એક યુવાનનું મોત નીપજયું હતું. આ બનાવ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ આ બનાવ સવારના ભાગે બન્યો હતો. બરેલીથી ભુજ આવતી આલા હજરત ટ્રેન કુકમા અને માધાપર વચ્ચે પહોચી તે દરમ્યાન હતભાગી યુવાન પાટા પર ટ્રેનની નીચે આવી ગયો હતો. બનાવની જાણ થતાં જ યુવાનને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવેલ હતો. જ્યાં ફરજ પરના તબીબે તેને મરુત જાહેર કર્યો હતો.