ગેરકાયદેસર ડોકટરની પ્રેકટીસ ક૨તા ઈસમને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરતી એસ.ઓ.જી,ગાંધીધામ

માન.પોલીસ મહાનિરીક્ષકશ્રી જે.આર.મોથલીયા સાહેબ, સરહદી રેન્જ ભુજ-કચ્છ તથા પોલીસ અધિક્ષકશ્રી સાગર બાગમાર સાહેબ પૂર્વ કચ્છ,ગાંધીધામનાઓ દ્વારા જિલ્લામાં લોકોના હેલ્થ સાથે ચેડા કરી ગેરકાયદેસરની પ્રેકટીસ કરતાં બોગસ ડોક્ટરોને પકડી પાડવા મળેલ સુચના મુજબ એસ.ઓ.જી.ટીમે મળેલ ખાનગી બાતમી આધારે કંડલા મેઈન બજાર ડી.ટી.પી. હોસ્પિટલની સામે ગેરકાયદેસર ડોક્ટરની પ્રેક્ટીસ કરતાં તીર્થરાજસિંહ સુખદેવસિંહ પટેલ નાઓની તપાસ કરતાં મજકુર ઇસમ કોઈપણ સક્ષમ સંસ્થા ગુજરાત મેડીકલ કાઉન્સીલનું ૨જીસ્ટ્રેશન અંગેનુ પ્રમાણપત્રો મેળવ્યા વગર ર્ડોકટરની પ્રેકટીસ કરી લોકોના આરોગ્ય સાથે ચેડા ક૨તાં જણાયેલ અને તેમના કબ્જામાંથી ગે.કા.૨ીતે મેડીકલ પ્રેકટીસથી મેળવેલ એલોપેથીક દવાઓ તથા મેડીકલ સાધનો મળી આવતાં મજકુર આરોપીને રાઉન્ડ અપ કરી તેમના વિરૂધ્ધ ધી મેડીકલ પ્રેકટીસ એકટ ૧૯૬૩ મુજબનો ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી કરવા સારૂ કંડલા મરીન પો.સ્ટે.ને સોંપવામા આવેલ.
રાઉન્ડઅપ કરેલ આરોપી:-
તીર્થરાજસિંહ સુખદેવસિંહ પટેલ ઉ.વ. ૫૬ ૨હે. હાલે-ખત્રી કોલોની મુસાભાઈના મકાનમાં કંડલા તા.ગાંધીધામ કચ્છ મુળ રહે. ગામ-મુન્ડેરાઉ ઉર્ફે દેવરવા તા.દેવરીયા જી.દેવરીયા ઉત્તરપ્રદેશ
પકડાયેલ મુદ્દામાલની વિગત:-
(૧)એલોપેથીક દવાઓ તથા મેડીકલના સાધનો કિ.રૂા. ૧૮૧૩૫/-
(૨) આધાર કાર્ડની નકલ કિ.રૂ.00/00
કુલ્લ કિ.રૂ.૧૮,૧૩૫/-નો મુદ્દામાલ
ઉપરોકત કામગીરીમાં એસ.ઓ.જી પો.ઇન્સ.એન.એન.ચુડાસમા તથા પો.સબ.ઈન્સ.એન.કે.ચૌધરી તથા એસ.ઓ.જી. સ્ટાફ જોડાયેલ હતો.