ગાંધીધામ ખાતે આવેલ ગળપાદરમાંથી પોલીસે 35 હજારનો અંગ્રેજી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો

daru

copy image

copy image

ગાંધીધામ ખાતે આવેલ ગળપાદરમાંથી પોલીસે 35 હજારનો અંગ્રેજી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. આ મામલે સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર ગાંધીધામ એ ડિવિઝન પોલીસને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, ભવાનીનગર નજીક આવેલ પ્લોટ નં. એ-82 પાસે ઊભેલી સ્વીફટ ડિઝાયર કારમાં દારૂનો જથ્થો છુપાવીને રાખવામા આવેલ છે. મળેલ બાતમીના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી અને બાતમી વાળી કારની છાનબીન કરી હતી. જાણવા મળી રહ્યું છે કે, હાથ ધરવામાં આવેલ કાર્યવાહી દરમ્યાન પોલીસે આ કારમાંથી ભારતીય બનાવટનો અલગ-અલગ બ્રાન્ડનો  કુલ રૂા.35,175નો વિદેશી  દારૂ કબ્જે કર્યો હતો. હાથ ધરવામાં આવેલ કાર્યવાહી દરમ્યાન આરોપી શખ્સ પોલીસની પકડથી દૂર હતા. પોલીસે તમામ મુદ્દામાલ કબ્જે કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.