ફરી એક વખત કચ્છી ધરા ધ્રુજી ઉઠી : ખાવડાથી 22 કિ.મી. દૂર મોટી ધ્રધર ગામ નજીક 3.3ની તિવ્રતા ધરાવતો ભૂકંપનો આંચકો અનુભવાયો
copy image

કચ્છમાં ધરા ધ્રૂજવાનો સિલસિલો યથાવત રહ્યો છે ત્યારે ફરી એક વખત કચ્છી ધરા ધ્રુજી ઉઠી છે. ત્યારે આ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ ભુજ ખાતે આવેલ દુર્ગમ ખાવડાથી 22 કિ.મી. દૂર મોટી ધ્રધર ગામ નજીક 3.3ની તિવ્રતા ધરાવતો ભૂકંપનો આંચકો મધરાત્રે 12.12 મિનિટે અનુભવાયો હતો. સતત આવતા રહેતા આફ્ટર શોકના કારણે કચ્છના પેટાળમાં ગતિવિધિ થઈ રહ્યા હોવાનું સામે આવતું રહે છે, જોકે ભૂકંપ ઝોન 5માં આવતા કચ્છના પેટાળમાં જમા થતી ઉર્જા સમયાંતરે લઘુ અને મધ્યમ કક્ષાના આંચકા રૂપે ઉપાર્જિત થઇ જઈ રહી છે જેના કારણે મોટા ભૂકંપની શક્યતા ટળી જતી હોવાનું જાણવા મળી રહ્યું છે. વધુમાં સૂત્રો જણાવી રહ્યા છે કે, મધ્યરાત્રીએ આવેલ આંચકાથી સ્થાનિકે કોઇ નુકશાન થયું ન હતું.