અંજારના ખત્રી બજાર પાસે આવેલ મજૂરોના ૮ થી ૧૦ ઝૂંપડા કોન્ટ્રાક્ટ રફીક માથાભારે શખ્સે મજૂરોને જીવતાં સળગાવી દેવા તેમના ઝૂંપડાઓને આગ ચાંપી હોવાની ચોકાવનારી ઘટના બહાર આવી

અંજારમાં મજૂરોને દબાવી-ધમકાવી મફતમાં મજૂરી કરાવી લેતાં માથાભારે શખ્સની દાદાગીરીને વશ થવા મજૂરોએ ઈન્કાર કરતાં આ માથાભારે શખ્સે મજૂરોને જીવતાં સળગાવી દેવા તેમના ઝૂંપડાઓને આગ ચાંપી હોવાની ચોકાવનારી ઘટના બહાર આવી છે. ગઈ કાલે સવારે સાડા સાતના અરસામાં અંજારના ખત્રી બજાર નજીક આવેલી ઝૂંપડપટ્ટીમાં આગ લાગતાં જોતજોતામાં આઠથી દસ ઝૂંપડા સ્વાહા થઈ ગયાં હતાં. સદભાગ્યે ઝૂંપડામાં રહેતાં બારેક શ્રમિક પરિવારો બહાર નીકળી જતાં તેમનો આબાદ બચાવ થયો હતો. જ્યારે બિલાડીના 7 બચ્ચાં જીવતા સર્ગી ગયા હતા…આગમાં તેમની તમામ ઘરવખરી બળીને ખાખ થઈ ગઈ હતી. આગ એટલી વિકરાળ હતી કે તેની જવાળાઓ વીજ લાઈનને સ્પર્શતાં વીજ લાઈનમાં પણ ધડાકાઓ થવા માંડ્યા હતાં. ફાયર બ્રિગેડની ટીમે દોડી આવી આગ ઓલવી નાખી હતી. પરંતુ ઝૂંપડાઓ સંપૂર્ણપણે ખાખ થઈ ગયાં હતાં….ઘટના બદલ શ્રમિક પરિવારોએ નજીકમાં રહેતાં મોહમ્મદ રફીક હાજી કાસમ કુંભાર નામના માથાભારે શખ્સે આગ ચાંપીને તેમની છત્રછાયા છીનવી લીધી હોવાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો. શ્રમિકોએ રોષભેર જણાવ્યું કે રફીક અવારનવાર અહીં આવી ગરીબ યુવાનો અને મહિલાઓને ધાક-ધમકી કરી છૂટક મજૂરી માટે સાથે આવવા ફરજ પાડતો. મજૂરીના રૂપિયા પણ તે ખાઈ જતો.શનિવારે રાત્રે રફીક મજૂરીએ જવા માટે કહેવા આવ્યો ત્યારે સૌ શ્રમિકોએ એકસંપ થઈને તેની દાદાગીરીનો ઉગ્ર વિરોધ કરીને તેની સાથે મજૂરીએ જવા સાફ ઈન્કાર કરી દીધો હતો. જેથી રફીકે તેમને ઝૂંપડા સાથે જીવતાં સળગાવી દેવાની ધમકી આપી હતી.ગઈ કાલે સવારે સૌ શ્રમિકો તેમના બાળબચ્ચાં સાથે સૂતાં હતાં ત્યારે રફીકે પેટ્રોલ જેવો જ્વલનશીલ પદાર્થ રેડીને ઝૂંપડાઓને આગ લગાડી દીધી હતી.દુર્ઘટનામાં એક ઝૂંપડામાં ગઈકાલે જ વિયાયેલી એક બિલાડી અને તેનાં ૭ બચ્ચાં જીવતાં હોમાઈ ગયાં હતાં.
શ્રમિકો રોષભેર અંજાર પોલીસ મથકે ધસી ગયાં હતા. પોલીસે બદરીનાથ ગંગારામ યાદવ નામના યુવકે નોંધાવેલી ફરિયાદના આધારે રફીક સામે ઈપીકો કલમ ૩૦૭ (હત્યાનો પ્રયાસ), ૪૩૬ (આગ ચાંપવી) અને ૫૦૬ (૨) (જાનથી મારી નાખવાની ધમકી આપવી) હેઠળ ગુનો નોંધી તેને અંદર કરી દીધો છે…