20 હજારની રોકડ સાથે છ જુગારપ્રેમીઓને ઝડપી પાડતી ગાંધીધામ બી ડિવિઝન પોલીસ

970736623Jugar

copy image

copy image

ગાંધીધામ બી ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમ્યાન તેમને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, ગાંધીધામ જી.આઇ.ડી.સી.માં આવેલ એ.વી.જોશીના વાડા પાસે આવેલ સિમેન્ટના ઓટા પર પર જાહેરમાં અમુક ઈશમો ધાણી પાસા વડે રૂપિયાની હાર જીતનો જુગાર રમી રહ્યા છે. મળેલ બાતમીના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી અને બાતમી વાળા સ્થળ પર દરોડો પાડી છ જુગારપ્રેમીઓને ઝડપી લીધા હતા.પોલીસે પકડાયેલ શખ્સો પાસેથી રોકડ 20,700 કબ્જે કર્યા હતા. પોલીસે પકડાયેલ શખ્સો પાસેથી તમામ મુદ્દામાલ કબ્જે કરી આરોપી શખ્સો વિરુદ્ધ જુગારાધારની કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પકડાયેલ શખ્સો :

  1. વિનોદભાઈ રગાભાઈ સોલંકી ઉ.વ.32 રહે.ગાંધીધામ
  2. કાનજી બીજલભાઇ કોલી ઉ.વ.45 રહે.ગાંધીધામ
  3. અશોકભાઇ હમીરભાઈ ગોહિલ ઉ.વ.27 રહે.ગાંધીધામ
  4. મુકેશ કરશન ચરણ ઉ.વ.44 રહે.ગાંધીધામ
  5. અનીશ મેથ્યુ પાલેકર ઉ.વ.42 રહે.ગાંધીધામ
  6. અજય રમેશભાઈ રાવલ ઉ.વ.45 રહે.ગાંધીધામ