ખાંભા ખાતે આવેલ સમઢિયાળા- રમાં એક સગીરાને ગર્ભવતી બનાવનાર આરોપી શખ્સને 20 વર્ષની સખ્ત કેદ

jail_bars

copy image

copy image

સૂત્રો દ્વારા જણાઈ રહ્યું છે કે, ખાંભા ખાતે આવેલ સમઢિયાળા- ર ગામમાં એક સગીરાને ગર્ભવતી બનાવનાર આરોપી શખ્સને 20 વર્ષની કેદ ફટકારવામાં આવેલ છે. આ મામલે પ્રાપ્ત થતી વિગતો મુજબ અઢી વર્ષ અગાઉ ખાંભા ખાતે આવેલ સમઢિયાળા- ર ગામમાં રહેતી એક સગીરાને મુળ મઘ્યપ્રદેશના વતની અને હાલ રાજુલાના કોવાયા ગામે રહેતા પરપ્રાંતિય શખ્સે લગ્ન કરવાની લાલચ આપી સગીરા સાથે શારીરિક સંબંધ બાંધી 36 અઠવાડિયાનો ગર્ભ રાખી દીધેલ હતો. જે અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ હતી. આ કેસ કોર્ટમાં જતાં કોર્ટે આરોપી શખ્સને 20 વર્ષની સખ્ત કેદ તથા રૂપિયા 2,50,000ના દંડની સજા ઉપરાંત ભોગ બનનારને રૂપિયા 5 લાખનું વળતર ચૂકવવા હુકમ જાહેર કર્યો હતો.