12 હજારની રોકડ સાથે છ ખેલીઓને વાંકાનેર સીટી પોલીસે ઝડપી પાડ્યા

589700500jugar

copy image

copy image

સૂત્રો દ્વારા જણાઈ રહ્યું છે કે, 12 હજારની રોકડ સાથે છ ખેલીઓને વાંકાનેર સીટી પોલીસે ઝડપી પાડ્યા છે, આ મામલે પ્રાપ્ત થતી વિગતો મુજબ વાંકાનેર સીટી પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમ્યાન તેમને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, રાજાવડલા બીપીએલ વિસ્તાર કન્યા શાળા નજીક અમુક ઈશમો જાહેરમાં રૂપિયાની હારજીતનો જુગાર રમી રહ્યા છે. મળેલ બાતમીના આધારે પોલીસે હકીકત વાળી જગ્યાએ દરોડો પાડી જુગાર રમતા છ ખેલીઓને ઝડપી પાડ્યા હતા. પોલીસે પકડાયેલ શખ્સો પાસેથી રોકડ રૂ. ૧૨,૪૮૦ કબ્જે કરાયા હતા. પોલીસે પકડાયેલ ખેલીઓ વિરુદ્ધ જુગારધારાની કલમો હેઠળ ગુનો નોંધી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.