મોરબીમાંથી ચોરાઉ બાઈક સાથે આરોપી શખ્સને ઝડપી પાડતી સીટી બી ડીવીઝન પોલીસ

copy image

copy image

મોરબીમાંથી ચોરાઉ બાઈક સાથે આરોપી શખ્સને સીટી બી ડીવીઝન પોલીસે ઝડપી પાડેલ હતો. આ મામલે સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર મોરબી સીટી બી ડીવીઝન પોલીસ ટીમ વાહનચોરીના ગુનાના ભેદ ઉકેલવા પેટ્રોલિંગમાં હતી તે દરમ્યાન વીસી ફાટક નજીક પોલીસે એક શખ્સને ચોરાઉ બાઈક સાથે ઝડપી પડ્યો હતો. આ અંગે વધુ તપાસ કરતાં આ બાઈકની ચોરી થયા હોવાનું સામે આવ્યું હતું. બાદમાં આરોપી શખ્સની વધુ પૂછ પરછ કરતાં તેને આ બાઈક મોરબી નવલખી ફાટક ચાર રસ્તા પાસેથી ચોરી કરેલ હોવાનું સ્વીકાર કર્યું હતું. પોલીસે આ મામલે આરોપી શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.