ટીકર વિસ્તારની નદીમાંથી ખનીજ ચોરી કરતા સાધનોને ઝડપી પાડતી હળવદ પોલીસ  

 સૂત્રો દ્વારા જણાઈ રહ્યું છે કે, હળવદ પોલીસની ટીમે ટીકર ગામ નજીક નદીમાંથી ખનીજ ચોરી કરતાં વાહનોને ઝડપી પાડ્યા હતા. આ મામલે પ્રાપ્ત થતી વિગતો મુજબ હળવદ પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન તેમને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, ટીકર વિસ્તારમાં ગેરકાયદેસર ખનીજનું ખોદકામ ચાલી રહ્યું છે. મળેલ બાતમીના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી અને બાતમી વાળા સ્થળ પરથી નદીમાંથી ખનીજ ચોરી કરતાં વાહનોને રંગે હાથ ઝડપી પાડ્યા હતા. જાણવા મળી રહ્યું છે કે, પોલીસે આ સ્થળેથી કુલ ૭૧,૦૦,૦૦૦નો મુદ્દામાલ કબ્જે કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.