દુધઈ પંથકમાં દેશી દારૂની બદી અંકુશમાં ન આવતા સ્થાનિકોને  હાલાકી : અસમાજિક તત્વો સામે અસરકારક કાર્યવાહી કરવામાં ન આવતી હોવાના આક્ષેપો

copy image

copy image

સૂત્રો દ્વારા જણાઈ રહ્યું છે કે, અંજાર ખાતે આવેલ દુધઈ પંથકમાં દેશી દારૂની બદી અંકુશમાં ન આવતા સ્થાનિકોને  હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે,ત્યારે આ મામલે પ્રાપ્ત થઈ વિગતો મુજબ  આ પંથકમાં દેશીદારૂની બદી  નાથવા  માટે પોલીસતંત્રના સતત પ્રયાસો વચ્ચે આ  બદી  અંકુશમાં નથી આવી. જાણવા મળી રહ્યું છે કે, દુધઈ  સરકારી ઓફિસો સહિતના અનેક સ્થળો પર  દેશી દારૂની દુર્ગંધ મારતી પોટલીઓ નજરે ચડી રહી છે. સૂર્યાસ્ત થવાની સાથે જ દારૂ પીધેલી  હાલતમાં સાંગુડીઓ ગ્રામ્ય વિસ્તારની શેરીઓમાં  ફરતા જોવા મળે છે. જે મહિલાઓ અને બાળકો માટે અસુરક્ષિત છે. વધુમાં પ્રાપ્ત થતી માહિતી અનુસાર દારૂ પીધા બાદ નવી દુધઈ વિસ્તારમાં બેફામ ફરતા આવા તત્ત્વો  સામે અસરકારક કાર્યવાહી કરવામાં ન આવતી હોવાના આક્ષેપો સામે આવી રહ્યા છે. આ અંગે પોલીસતંત્ર દ્વારા અસરકારક  કાર્યવાહી  કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.