મોરબી ખાતે આવેલ લાલાપર નજીકના ગોડાઉનમાંથી લાખોનો દારૂ ઝડપાયો : અંદાજિત ૧૫૦૦ થી વધુ પેટી ઈંગ્લીશ દારૂનો જથ્થો કબ્જે
મોરબી ખાતે આવેલ લાલાપર નજીકથી ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આવેલ શાનવી ટ્રેડિંગ નામના ગોડાઉનમાંથી આશરે ૧૫૦૦ થી વધુ પેટી ઈંગ્લીશ દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવેલ છે. આ મામલે સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, મોરબી તાલુકાના લાલપર ગામ પાસે આવેલ લાલપર એસ્ટેટની અંદર આવેલ શાનવી ટ્રેડિંગ નામના ગોડાઉનમાં લાખો રૂપિયાનો ઈંગ્લીશ દારૂનો જથ્થો રાખવામા આવેલ છે. મળેલ બાતમીના આધારે સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે કાર્યવાહી હાથ ધરી એન બાતમી વાળા સ્થળ પર દરોડો પાડી તપાસ હાથ ધરતા આ ગોડાઉનમાં દારૂનું કટિંગ ચાલી રહ્યું હતું. સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે આ દરમ્યાન જુદી જુદી બ્રાન્ડની ઈંગ્લીશ દારૂની બોટલ, ટ્રક, બોલેરો અને કાર મળી કુલ સવા કરોડ થી વધુનો મુદ્દામાલ જપ્ત કરી ગોડાઉનમાં હાજર શ્રમિકો અને ડ્રાઇવર સહિત તમામ શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.