ભચાઉ ખાતે આવેલ વાંઢિયાના સીમ વિસ્તારમાંથી થયેલ લાખોના વાયર ચોરીના ગુનામાં સામેલ આરોપીઓ પોલીસના સકંજામાં
ભચાઉ ખાતે આવેલ વાંઢિયાના સીમ વિસ્તારમાંથી થયેલ કેબલ વાયરની ચોરીનો ભેદ ઉકેલીને પોલીસે આઠ ઈશમોને ઝડપી પાડ્યા હતાં. પ્રાપ્ત થઈ વિગતો મુજબ 519 કિલો કેબલ તેમજ પાંચ મોબાઈલ ફોન સહિતનો મુદ્દામાલ હસ્તગત કરવામાં આવ્યો હતો. આ મામલે પ્રાપ્ત થતી વિગતો મુજબ ગત તા. 16/3ના આ ચોરીનો બનાવ બન્યો હતો. વાંઢિયા સીમ વિસ્તારમાં આવેલ 220 કેવી પાવરહાઉસની નજીક વેલ્ટાસ વિન્ડ કંપનીના સ્ટોર રૂમમાંથી અજાણ્યા ઇસમો રૂપિયા 26 લાખના વાયરની ચોરી ફરાર થઈ ગયા હતાં. તે દરમ્યાન પોલીસને ખાનગી રહે બાતમી મળેલ હતી કે, આ ચોરીના ગુનામાં સંડોવાયેલા આરોપી શખ્સો ભચાઉના બટિયા પુલની નજીક આવેલ ફારૂક જુમા લુહારના ભંગારના વાડા પર એકઠા થયા છે. મળેલ બાતમીના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી અને બાતમી વાળા સ્થળ પર દરોડો પાડી આરોપી ઈશમોને ઝડપી લીધા હતાં. પોલીસે પકડાયેલ શખ્સો પાસેથી તમામ મુદ્દામાલ કબ્જે કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.