હળવદમાં વિધિના બહાને એક વૃદ્ધ સાથે થઈ 36 હજારની ઠગાઈ
સૂત્રો દ્વારા જણાઈ રહ્યું છે કે, હળવદના સરા રોડ પર આવેલ આલાપ સોસાયટીમાં ઘરમાં નડતર હોવાનું જણાવી વીધી કરાવવાના બહાને બે શખ્સોએ વૃદ્ધ પાસેથી રૂ. ૩૬,૨૦૦ની ઠગાઈ આચરી હતી. આ બનાવ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ આ ઠગાઈના ગુના અંગે હળવદના સરા રોડ પર આવેલ આલાપ સોસાયટીમાં રહેતા ઈશ્વરભાઈ મહાદેવભાઈ જસાપરા દ્વારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. નોંધાવેલ ફરિયાદ અનુસાર ગત તા.૧૮-૦૩ ના રોજ ફરીયાદીને આરોપીઓએ ઘરમા નડતર હોવાનુ જણાવી વિધિ કરવાથી નડતર દુર કરી દેવા જણાવેલ હતું. બાદમાં વિધિ કરી વિધિના બહાને ફરીયાદી પાસેથી રૂપીયા ૩૯ , ૨૦૦/- લઈ જઈ ઠગાઈ આચરી ફરાર થઈ ગયા હતાં. આ મામલે પોલીસે આરોપી શખ્સો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.