બનાસકાંઠાના મુખ્ય મથક પાલનપુર ખાતે RTO’ ઇન્સ્પેક્ટર વર્ગ-૨ના અધિકારીને વચેટિયા મારફત ડવાઈઝરના કર્મચારી પાસેથી રૂપિયા 11,700/-ની લાંચ લેતા ઝડપી પડાયા
સૂત્રો દ્વારા જણાઈ રહ્યું છે કે,બનાસકાંઠાના મુખ્ય મથક પાલનપુર ખાતે RTO’ ઇન્સ્પેક્ટર વર્ગ-૨ના અધિકારીને વચેટિયા મારફત ઓટો એડવાઈઝરના કર્મચારી પાસેથી રૂપિયા 11,700/-ની લાંચ લેતા ઝડપી પાડવામાં આવેલ છે. આ મામલે પ્રાપ્ત થતી વિગતો મુજબ પાલનપુર ખાતે વાહન લે-વેચ’નો વ્યવસાય કરતા ઓટો એડવાઈઝર દ્વારા વેચાણ કરેલ વાહનોના માલિકોના નામ ફેરબદલ કરવા અને વાહનો પર બોજો છે કે કેમ તે માટે ‘નોડ્યું’ પ્રમાણપત્ર આપવા RTO ઇન્સ્પેક્ટર અંકિતકુમાર નરેન્દ્રભાઈ પંચાલ પાસે અરજી કરાઈ હતી, આ અંગે RTO ઇન્સ્પેક્ટર એ.એન. પંચાલે ફરિયાદી પાસેથી રૂપિયા 11,700/-ની લાંચની માંગ કરેલ હતી. જાણવા મળી રહ્યું છે કે, લાંચની રકમ ફરિયાદી આપવા ન ઈચ્છતા હોવાથી તેમને ACB ના મદદનીશ નિયામકનો સંપર્ક કરતાં ટ્રેપ ગોઠવી અને લાંચની રકમ RTO ઇન્સ્પેક્ટરને આપવા જતા RTO ઇન્સ્પેક્ટર અંકિત કુમારે, આ રકમ તેમના વચેટીયા ભરત જીવાભાઇ પટેલને આપી દેવાનું જણાવેલ હતું બાદમાં પાલનપુર ગઠામણ દરવાજા નજીક ભરત પટેલ આ રકમ લેવા આવતા ACB ટીમના અધિકારીઓએ આ બંને જણને રંગે હાથ ઝડપી લીધા હતાં. આ મામલે આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.