ભુજમાં વિશ્વ ચકલી દિનની ઉજવણી કરાઈ ચકલીઓ બચાવવા માટે નાગરિકોને આગળ આવવા હાકલ કરાઈ
ભુજ કચ્છ જિલ્લાના મુખ્ય મથક ભુજ ખાતે આજે વિશ્વ ચકલી દિન ની ઉજવણી સત્યમ અને તાનારીરી મહિલા મંડળના સંયુક્ત ઉપક્રમે અને .કવિતા મીરા સચદે ની યાદ માં ભુજ નગર સેવા સદનના પૂર્વ પ્રમુખ જાણીતા ધારાશાસ્ત્રી અને દાતા શંકરભાઈ સચદે ના પ્રમુખ સ્થાને તેમના સાનિધ્યમાં આ ઉજવણી થઇ હતી આ તંકે પક્ષીઘર અને પક્ષીઓને ચણ ચણવા માટે કુંડાઓનો વિતરણ કરવામાં આવ્યું હતું આ ઉપરાંત શહેરમાં ઠેર-ઠેર ચણ નું વિતરણ થયું હતું ઉપરાંત શહેરના અલગ અલગ વિસ્તારોમાં બેનર કટાઉટ અને માઈક સિસ્ટમ ના વાહન સાથે પક્ષી ઘરો વિતરણ ભુજ શહેર ના હમિસર કિનારા પાસે આવેલ ગાંધીજીના બાવલા પાસે વિતરણ કાર્ય શરૂ કરાયું હતું ત્યારબાદ અલગ અલગ વિસ્તારોમાં વિતરણ કરવામાં આવ્યું હતું આ સંસ્થાઓ તરફથી કરવામાં આવ્યું હતું શહેરમાં આજે જાણીતા દાતા અને પૂર્વ નગરપતિ શંકરભાઈ સચદે ના પ્રમુખસ્થાને વિતરણનો પ્રારંભ સવારે કરવામાં આવ્યો હતો પ્રમુખસ્થાનેથી બોલતાં ધારાશાસ્ત્રી શંકરભાઈ સચદે એ જણાવ્યું હતું કે આજે ચકલીઓનું અસ્તિત્વ જોખમાયું છે અને લુપ્ત થઈ ગયેલા કાગડા પોપટ ગીત કબુતર પછી હવે મોટા પ્રમાણમાં ચકલીઓ પણ અદ્રશ્ય થવા લાગી છે ત્યારે વિશ્વ ચકલી દિન ની ઉજવણી અને તેમને સાથ ગણાવી હતી તેને ચકલીઓને બચાવવા માટે આ કાર્ય કરી હોવાનું જણાવ્યું હતું કે તેમણે કહ્યું હતું કે છેલ્લા ઘણા વર્ષોથી સત્યમ અને તાનારીરીમહિલા મંડળ દ્વારા વિશ્વ ચકલી દિન ઉજવે છે તેને આવકારી અને નાગરિકોએ પોતાના ઘરમાં વૃક્ષો કે અન્ય જગ્યાએ ચકલીઓ માટે ઘરો મુકવા જરૂરી ગણાવ્યા હતા તેમણે પ્રત્યેક ઘરે એક પક્ષી ઘર અને કુંડું મૂકવામાં આવે તો એ મોટી જીવદયા પ્રવૃત્તિ કઈસકાય છે આરંભી દર્શકભાઇ અંતાણી એ પ્રસંગ ના મહત્વ સમજાયું હતું અને છેલ્લા બે દાયકાથી ચકલી દિન ની ઉજવણી ની માહિતી તેમણે આપી હતી જ્યારે તમામ પક્ષી ઘર અને કુંડાઓ ની વ્યવસ્થા જાણીતા ધારાશાસ્ત્રી શંકરભાઈ સચદે અને પુષ્પાબેન સચદે દ્વારા કરી દેવામાં આવી હતી સત્યમ સંસ્થા દર્શક અંતાણી, નરેન્દ્ર ભાઈ સ્વાદીયા તેમજ મહિલા અગ્રણી રામુબેંન પટેલ, તેમજ અનવરભાઈ નોડે, દિલીપભાઈ ઠક્કર,રીટાલીબેન ગણાત્રા, વિભાકરભાઈ અંતાણી, કનકભઈ મોઢ,હસમુખભાઈ વોરા,દક્ષાબેન બારોટ, નર્મદાબેન ગામોટ,જ્યોતિબેન ભટ્ટ ,તેમજ
મનજીભાઈ ગામોટ, હેમેન્દ્રભાઈ જનસારી, નયનભાઈ શુક્લ,હાજર રહ્યા હતા દરમિયાન ભુજ શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં આજે પાંચ નાકા છઠ્ઠીબારી અને ચારે રિલોકેશન સાઇટ માં વિતરણ કરવામાં આવ્યું હતું આ ઉપરાંત વૃક્ષો અને મંદિરો સ્કૂલો તેમજ અલગ અલગ જગ્યાએ પણ પક્ષીઘર નું વિતરણ કરવામાં આવ્યા હતા આ સેવા કાર્યો માટે વાહન વ્યવસ્થા ભુજ કો ઓ બેંક ના ચેરમેન ધીરેન ભાઈ ઠક્કર દ્વારા વ્યવસ્થા કરવામાં આવી હતી,