મેઘપર બોરીચી ખાતે આવેલ લક્ષ્મી ઈલેક્ટ્રિક કંપની નામના ફર્મમાંથી 45 હજારની તસ્કરી થતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ

મેઘપર બોરીચી ખાતે આવેલ ડિવાઈન રેસિડેન્સી સર્વે નં.105 પાવર હાઉસ નજીક લક્ષ્મી ઈલેક્ટ્રિક કંપની નામના ફર્મમાંથી 45 હજારની તસ્કરી થતાં અંજાર પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ ચોરીના બનાવ અંગે સપનાનગર ગાંધીધામ ખાતે રહેતા દિનેશભાઇ સેસારામ ચૌધરી દ્વારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. નોંધાવેલ ફરિયાદ અનુસાર ફરિયાદી પાસે લક્ષ્મી ઈલેક્ટ્રિક કંપની નામના ફર્મમાં 10 જનરેટર તથા જનરેટરની બે ટોલીઓ અને લોખંડની 20 પ્લેટો પડેલ હતી. ત્યાર બાદમાં ફરયાદીને ગત તા.18/03/24ના રોજ ફરિયાદીના ફર્મમાં રહેતા મંગાભાઇ આહિરે ફોન કરીને જણાવેલ કે તેમના ફર્મમાં ચોરી થયેલ છે. આ ચોરી અંગે જાણ થતાં ફરિયાદીએ પોતાની ફર્મમાં જઈ તપાસ કરતાં જનરેટર અને લોખંડની પ્લેટો સહિત કુલ 45000 હજારનો માલ હાજર મળ્યો ન હતો. આ ચોરી અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા નોંધાવેલ ફરિયાદના આધારે પોલીસે આગળની વધુ તપાસ આરંભી છે.