પ્રોહીબીશનનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી નેત્રંગ પોલીસ

પોલીસ મહાનિરીક્ષક સંદિપસિંઘ વડોદરા રેન્જ વડોદરા તથા પોલીસ અધિક્ષક મયુર ચાવડા ભરૂચ તથા નાયબ પોલીસ અધિક્ષક ડો.કુશલ.આર.ઓઝા અંકલશ્વેર વિભાગ અંકલેશ્વર તથા સર્કલ પો.ઇન્સ. આર.એમ.વસાવા અંકલેશ્વરનાઓએ હાલમાં હોળી ધુળેટી તહેવાર અનુસંધાને પો.સ્ટે.વિસ્તારમાં પ્રોહી/જુગાર પ્રવૃતિઓ ઉપર સતત વોચ રાખી ગુનાઓ શોધી કાઢવા સુચના આપેલ જેથી નેત્રંગ પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્રારા સધન પ્રયત્નો હાથ ધરવામાં આવેલ.ગઇ તા.૧૯/૦૩/૨૦૨૪ નાં રોજ નેત્રંગ પો.સ્ટે.વિસ્તારમાં હોળી-ધુળેટી તહેવાર અનુસંધાને પેટ્રોલિંગમાં હતાં તે દરમ્યાન બાતમી મળેલ કે, “ નેત્રંગ દામલા કંપનીમાં રહેતી ગીતાબેન સતિષભાઇ વસાવાનાએ પોતાના ઘરની આજુ-બાજુમાં ઇંગ્લીશ દારૂનો જથ્થો સંતાડી રાખેલ છે ” જે બાતમીના આધારે બાતમીવાળી જગ્યાએ પંચો સાથે બાતમીવાળી જગ્યાએ રેઈડ કરતા સ્થળ ઉપર થી આરોપી બહેન ગીતાબેન WD/O સતિષભાઇ ચતુરભાઇ વસાવા ઉ.વ.૪૫ રહે.નેત્રંગ દામલા કંપની તા.નેત્રંગ જી.ભરૂચનાની પકડાઈ ગયેલ જે બહેનને સાથે રહેણાંક મકાન તથા આજુબાજુમાં તપાસ કરતા રહેણાંક ઘરનાં બાથરૂમમાંથી તથા ઘરનાં આંગણામાં પાર્ક કરેલ હોન્ડા કંપનીની એક્ટીવા સ્કુટર મોટર સાયકલ નંબર GJ.16.DL.9915માંથી અલગ-અલગ બ્રાન્ડની ભારતીય બનાવટના વિદેશી દારૂઓની નાની-મોટી બોટલો તથા બીયર ટીન મળી કુલ્લે બોટલ નંગ- ૨૯૧ મળી આવતા પકડાયેલ આરોપી બહેન વિરૂધ્ધમાં ગુનો દાખલ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

કબ્જે કરેલ મુદામાલ
ભારતીય બનાવટનો વિદેશી દારૂની અલગ-અલગ બ્રાન્ડની નાની મોટી બોટલો નંગ-૨૧૯ તથા બીયર ટીન નંગ-૭૨ મળી કુલ્લે નંગ-૨૯૧ કુલ કિંમત રૂપિયા ૭૨,૬૭૮/- તથા એક્ટીવા સ્કુટર મોટર સાયકલ નંગ-૧ કિં.રૂ.૫૦,૦૦૦/- મળી કુલ્લે કિં.રૂ.૧,૨૨,૬૭૮/- નો પ્રોહિ મુદ્દામાલ.

પકડાયેલ આરોપી

(૧) ગીતાબેન WD/O સતિષભાઇ ચતુરભાઇ વસાવા ઉ.વ.૪૫ રહે.નેત્રંગ દામલા કંપની તા.નેત્રંગ જી.ભરૂચ

કામગીરી કરનાર અધિકારીના નામ

સદર કામગીરી કરનાર અધિકારી પો.સ.ઈ.શ્રી આર.આર.ગોહીલ તથા આ.હે.કો. પરમાનંદભાઇ તથા અ.હે.કો.જયસિંગભાઇ તથા અ.હે.કો.સુભાષભાઇ તથા વુ.હે.કો.સંગીતાબેન તથા વુ.પો.કો.સોનલબેન તથા વુ.પો.કો.પારૂલબેન તથા પો.કો.ઉદેસિંહ તથા પો.કો.વિરભદ્રસિંહ તથા પો.કો.ગજેન્દ્રસિંહ તથા પો.કો.યોગેશભાઇ તથા પો.કો.વિક્રમસિંહ નાઓ દ્રારા કરવામાં આવેલ છે.

રિપોર્ટર:- કેતન મહેતા, ભરૂચ