પ્રોહીબીશનનાં લીસ્ટેડ બુટલેગરને પાસા તળે અટકાયત કરતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ, પુર્વ – કચ્છ ગાંધીધામ

ઇન્ચાર્જ પોલીસ મહાનિરીક્ષકશ્રી મહેન્દ્ર બગડીયા સાહેબ, સરહદી રેન્જ ભુજ, તથા પોલીસ અધિક્ષકશ્રી . સાગ૨ બાગમાર સાહેબ પૂર્વ કચ્છ, ગાંધીધામનાઓ તરફથી જિલ્લામાં પ્રોહીબીશનની પ્રવૃત્તિ આચરતા ઇસમો પર રોક લગાવવા અને જરૂરી અટકાયતી પગલા લેવા સુચના આપેલ હોય જેથી ઈન્ચાર્જ પોલીસ ઇન્સપેક્ટર એન.એન.ચુડાસમા એલ.સી.બી. દ્વારા પ્રોહી.બુટલેગર પ્રવિણસિંહ અચુભા સોઢા વિરુધ્ધ સામખ્યાળી, રાપર,ભચાઉ,લાકડીયા તથા ગાગોદર પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનનાં ગુનાઓ દાખલ થયેલ હોય જે અન્વયે પાસા દરખાસ્ત તૈયાર કરવામાં આવેલ અને કલેકટરશ્રી કચ્છ તરફથી પાસા દરખાસ્ત મંજુર રાખી પાસા વોરંટ ઈશ્યુ કરતા ઉપરોકત ઇસમને પાસા તળે અટકાયતમાં લઇ અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે જેલ હવાલે મોકલી આપવામા આવેલ છે.

અટકાયતીનું નામ

પ્રવિણસિંહ અચુભા સોઢા ઉ.વ. ૨૮ રહે.ગોવિંદપ૨ તા.રાપર

ઉપરોકત આરોપી વિરુધ્ધ નીચે મુજબના ગુના દાખલ થયેલ છે.

(૧) રા૫ર પો.સ્ટે.પાર્ટ-સી ગુ.૨.નં.૦૧૮૪/૨૩ પ્રોહી.ડ.૬૫એઇ,૧૧૬બી, ૮૧

(૨) લાકડીયા પો.સ્ટે.પાર્ટ-સી ગુ.ર.નં.૦૦૯૫/૨૩ પ્રોહી.૬.૬૫એઇ,૧૧૬બી, ૮૧

(3) ભચાઉ પો.સ્ટે.પાર્ટ-સી ગુ.૨.નં.૦૬૮૫/૨૩ પ્રોહી.ક. ૬૫એઇ,૧૧૬બી, ૮૧

(૪) ગાગોદર પો.સ્ટે.પાર્ટ-સી ગુ.૨.નં.૦૧૨૦/૨૩ પ્રોહી.૬.૬૫એઇ,૧૧૬બી, ૮૧

આ કામગીરી એલ.સી.બી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેક્ટર એન.એન.ચુડાસમા તથા એલ.સી.બી. સ્ટાફ દ્વારા કરવામા આવેલ છે