ભૂજ તાલુકાનાં પદ્ધરથી બીકેટી કંપની તરફ જતા માર્ગ પર ટ્રક અને ટેમ્પો વચ્ચે સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં ટ્રક ચાલકનું મોત
ભૂજ તાલુકાનાં પદ્ધરથી બીકેટી કંપની તરફ જતા માર્ગ પર ટ્રક અને ટેમ્પો વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં 26 વર્ષીય ટ્રક ચાલકનું મોત નીપજયું હતું. આ બનાવ અંગે પ્રાપ્ત થઈ વિગતો મુજબ ભુજની પોસ્ટ ઓફિસમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા કરતા ભુજના શિવજી ધનજી મહેશ્વરી પોસ્ટની પાર્સલ વેન – ટેમ્પો લઈને ગત તા. 19/03ના રાતના સમયે રાજકોટ જઈ રહ્યા હતા તે દરમ્યાન મોડી રાતે પદ્ધર – બીકેટી કંપની વચ્ચે સામેથી આવતી ટ્રક સાથે ટક્કર થતાં આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જાણવા મળી રહ્યું છે કે, આ અકસ્માતમાં કોટડા ચકારના 26 વર્ષીય ટ્રકચાલક કાનજી મારવાડાને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ગંભીર ઇજાઓના પગલે તેમને સારવાર અર્થે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં લઈ જવાતા ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યા હતા.