છેલ્લા 14 વર્ષથી દારૂ સંબંધી ગુનામાં નાસતો ફરતો આરોપી શખ્સ અંજારથી દબોચાયો
copy image

સૂત્રો દ્વારા જણાઈ રહ્યું છે કે, 14 વર્ષથી દારૂ સંબંધી ગુનામાં નાસતા ફરતા આરોપીને પોલીસે દબોચી લીધો છે. આ મામલે પ્રાપ્ત થતી વિગતો મુજબ પોલીસને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે આદિપુર પોલીસ મથકમાં દારૂ અંગે નોંધાયેલા ગુનામાં સંડોવાયેલો અને છેલ્લા 14 વર્ષથી નાસતો-ફરતો આરોપી શખ્સ નરપતસિંહ અંજારમાં હાજર છે. મળેલ બાતમીના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી અને પૂર્વ બાતમીના આધારે આરોપીને અંજાર ખાતેથી ઝડપી પાડ્યો હતો. આ મામલે આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.