મુંદ્રા તાલુકાનાં પત્રી ગામના ચકચારી ખૂન કેસમાં આરોપી શખ્સનાં જામીન કોર્ટે ફગાવ્યા
copy image

મુંદ્રા ખાતે આવેલ પત્રી ગામના ચકચારી ખૂન કેસમાં આરોપી શખ્સનાં જામીન કોર્ટે નામંજૂર કર્યા હતા. આ મામલે સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર મુંદ્રા ખાતે આવેલ પત્રી ગામના ક્ષત્રિય આગેવાન પૃથ્વીરાજસિંહ દિલીપસિંહ જાડેજાના ચકચારી બનેલા ખૂન કેસમાં સામે આરોપીની અરજી સેશન્સ કોર્ટે ફગાવી હતી. જાણવા મળી રહ્યું છે કે, પત્રી ગામની નદીમાંથી ખનિજ ચોરીની જૂની અદાવતમાં કરવામાં આવેલ ખૂનના કેસમાં અદાલતે ગુનાની ગંભીરતા તથા આરોપીની ભૂમિકાને ધ્યાને લઈ તમામ દલીલો સાંભળ્યા બાદ આરોપી શખ્સની જામીન અરજી નામંજૂર કરી હતી.