ચેક પરત ફરવાના કેસમાં આરોપી મહિલાને કેદ અને દંડની સજાનો હૂકુમ જાહેર
સૂત્રો દ્વારા જણાઈ રહ્યું છે કે,ચેક પરત ફરવાના કેસમાં ગાંધીધામની કોર્ટે આરોપી મહિલાને કેદ અને દંડની સજાનો હૂકુમ જાહેર કર્યો છે. આ મામલે પ્રાપ્ત થતી વિગતો મુજબ આરોપી મહિલાએ ફરિયાદી લાજવંતી વિજય મજીઠિયા પાસેથી ઉછીના 80 હજાર લીધેલ હતા. જે પેટે આરોપી દ્વારા આપવામાં આવેલ ચેક પરત ફરતા આરોપી મહિલા વિરુદ્ધ કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવેલ હતો. જાણવા મળી રહ્યું છે કે, કોર્ટે બંને પક્ષની દલીલો સાંભળ્યા બાદ આરોપી મહિલાને છ મહિનાની કેદની સજા ફટકારી હતી ઉપરાંત 30 દિવસમાં ચેકની દોઢી રકમ 1.20 લાખ વળતર પેટે ફરિયાદીને ચૂકવવા હુકમ જાહેર કર્યો હતો.