આધોઇમાં દારૂની થેલીઓ ફેકી આરોપી ઈશમોએ કર્યો ફરિયાદી પર હુમલો
આધોઇમાં દારૂની થેલીઓ પોતાના પર ફેંકનાર શખ્સ સાથે બોલાચાલી કરનાર યુવાન પર બે શખ્સો દ્વારા લોખંડના પાઇપ અને ધોકા વડે હુમલો કરી દેવામાં આવતા સમાખીયાળી પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ મામલે સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર આ બનાવ અંગે આધોઇ જુના ગામ રહેતા 25 વર્ષીય હેમંતભાઇ અરજણભાઇ કોલી દ્વારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. નોંધાવેલ ફરિયાદ અનુસાર ગત શનિવારના રાતના સમયે 8 ફરિયાદી પોતાના કોલી સાથે કડિયાકામ પૂર્ણ કરી ઘર તરફ જતાં હતા. તે દરમ્યાન ગામની દરબારની ચક્કી સામે પહોંચ્યા તે સમયે ત્યાં હાજર આરોપી શખ્સોએ તેમને રોકી બોલાચાલી કરી હતી. એક શખ્સે તેમના પર દેશી દારૂની થેલી ફેંકી હોવાથી બોલાચાલી થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે. બાદમાં ઉશ્કેરાઈ ગયેલ આરોપી ઈશમોએ ફરિયાદી પર લોખંડના પાઇપ અને ધોકા વડે હુમલો કરી દીધો હતો. આ મામલે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે નોંધાવેલ ફરિયાદ અનુસાર આગળની વધુ તપાસ હાથ ધરી છે.