કાસેઝથી ગુજરાત હાઉસીંગ બોર્ડ નજીક રોડમાં લગાવવામાં આવેલ સાઈડીંગ જાળીના 29 નંગ લઈ ચોર ઈશમો થયા ફરાર

copy image

copy image

  સૂત્રો દ્વારા જણાઈ રહ્યું છે કે, ગત દિવસે કાસેઝથી ગુજરાત હાઉસીંગ બોર્ડ નજીક રોડમાં લગાવવામાં આવેલ સાઈડીંગ જાળીના 29 નંગ લઈ કોઈ અજાણ્યા શખ્સો ફરાર થઈ ગયા હતા. આ મામલે પોલીસ મથકે નોંધાવવામાં આવેલ ફરિયાદ અનુસાર ગત તા. 23/3ના મોડી રાતથી 24/3ના સવાર સુધીના સમયગાળા દરમ્યાન કોઈ અજાણ્યા ચોર ઈસમોએ ગાંધીધામના હાઉસીંગ બોર્ડા રોડ ગુડ્સ સાઈડ બ્રીજથી ઝોન ગોલાઈ બ્રીજ વચ્ચેના હાઈવે પર સેફ્ટી માટે લગાવવામાં આવેલ લોખંડની પીજીઆરના 29 નંગ કાપી તેની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ મામલે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા નોંધાવેલ ફરિયાદના આધારે પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી છે.