દેશ તેમજ વિદેશમાં હોળી તેમજ ધુળેટી ની કરાઈ ભાવભેર ઉજવણી
તા 24,3,2024 ના રોજ કેરા ખાતે સાંજે 7,30 કલાકે શ્રી મંગલેશ્વર મહાદેવ મંદિર ચોક, માં બુટ ભવાની મંદિર ચોક, શ્રી ક્ષેત્રપાલ દાદા મંદિર ચોક,શ્રી નગર સોસાયટી,ખત્રી ચોક તેમજ પન્ના નગરી (જોગીવાસ) ખાતે હોળી પ્રગટાવી પરંપરાગત રીતે ઉજવણી કરાઇ હતી તેમજ બીજા દિવસે તા,25,3,2024 ના રોજ ધુળેટી ની ઊજવણી કરાઈ હતી જેમા ધુળેટી સાથે શ્રી નરનારાયણ દેવ જયંતી નિમિત્તે કેરા શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે સવારે 8 કલાકે ધુંન, આરતી તેમજ સમિયા સાથે રંગ ઉત્સવ થી ધુળેટી તેમજ નરનારાયણ દેવ જયંતિ ની ઉજવણી કરાઇ હતી તો સાંજે 5 કલાકે બહેનોના મંદિરે થી સંધ્યા ફેરી નુ આયોજન કરાયું હતુ જે નરનારાયણ દેવ ની જય સાથે વાજત ગાજતે પ્રસ્થાન કરી ગામમાં ફરી સાંજે 7 કલાકે ભાઈઓના મંદિરે પહોંચી પૂર્ણ થઈ હતી