ગેસની બોટલમાંથી પરવાના વગર ગેસ રીફલીંગ કરતા એક ઇસમને પકડી પાડતી અંકલેશ્વર જી.આઇ.ડી.સી પોલીસ

પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ વડોદરા વિભાગ, તથા ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા તથા નાયબ પોલીસ અધિક્ષક ડૉ.કુશલ ઓઝાનાઓ તરફથી જીલ્લામાં ગેસની બોટલમાંથી અનઅધીકૃત રીતે, પરવાના વગર ગેસ રીફલીંગ કરતા ઇસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સુચના આપેલ જે અનુસંધાને પોલીસ ઇન્સપેકટર બી.એન.સગરના માર્ગદર્શન હેઠળ અંકલેશ્વર જી.આઇ.ડી.સી પોલીસ સ્ટાફ દ્વારા બાતમી આધારે સારંગપુર પદમાવતીનગર પ્લોટ નંબર ૧૧ જય ભૈરવ કિરાણા સ્ટોર નામની દુકાનમાં ગેસ રીફલીગ કરતા એક ઇસમને પકડી પાડી તેઓની પાસેથી નાની મોટી ગેસની બોટલ નંગ- ૦૬ તથા વજન કાંટા નંગ-૦૧ તથા રીફલીંગ પાઇપ સાથે કુલ કિ.રૂ.૧૧૫૦૦/-ના મુદામાલ સાથે પકડી પાડી તેઓની વિરૂધ્ધ ઇ.પી.કો કલમ ૨૮૫,૩૩૬ મુજબ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ઘરવામાં આવેલ છે.

પકડાયેલ આરોપીઓ

(૧) કરણભાઇ ભૈરૂલાલ ચંદેલા ઉ.વ. ૨૩ હાલ રહેવાસી પ્લોટ નંબર ૧૧ પદમાવતીનગર સારંગપુરગામ તા-અંકલેશ્વર જી.ભરૂચ મુળ રહેવાસી. શોરઘરો કા મોહલ્લા દેવગઢ તા.થાના.દેવગઢ જી રાજસમદ (રાજસ્થાન)

કામગીરી કરનાર અધિકારી

(૧) અ.હે.કો જિજ્ઞેશભાઇ મોતીભાઇ

(૨) અ.હે.કો.યુવરાજસિહ ભરતસંગ

(૩) અ.પો.કો પિન્ટુસિહ ગટુરસિહ

(૪) આ.પો.કો ગોવિદભાઇ કરશનભાઇ અંકલેશ્વર GIDC પો.સ્ટે.નાઓ ધ્વારા કરવામાં આવેલ છે.

રિપોર્ટર:- કેતન મહેતા, ભરૂચ