અમદાવાદ ખાતે આવેલ અમરાઇવાડીમાં જૂના ઝગડાનું મન દુ:ખ રાખી ચાર શખ્સોએ યુવકના ઘરે જઇને તલવાર અને ચાકૂથી હુમલો કર્યો
સૂત્રો દ્વારા જણાઈ રહ્યું છે કે, અમદાવાદ ખાતે આવેલ અમરાઇવાડીમાં જૂના ઝગડાનું મન દુખ રાખી ચાર શખ્સોએ યુવકના ઘરે જઇને તલવાર અને ચાકૂથી હુમલો કરીને તોડફોડ કરી અને બાદમાં નાસી છૂટ્યા હતા. સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે કે, યુવકના ભાઇ સાથે તેમને દોઢ મહિના અગાઉ બાઇક મૂકવા બાબતે ઝઘડો થયેલ હતો.આ મામલે સૂત્રો દ્વારા પ્રાપ્ત થઈ વિગતો મુજબ અમરાઇવાડીમાં રહેતા 24 વર્ષીય યુવાનનો આરોપી શખ્સો અને તેમના ભાઈ સાથે બાઇક મૂકવા બાબતે ઝઘડો થયો હતો.જે અંગે સામ સામા પક્ષે ફરિયાદ નોંધાઈ હતી. ગત તા.10 માર્ચે ફરિયાદી નોકરીથી ઘરે આવેલ તે દરમ્યાન ત્યારે ઘર આગળ તમામ સામાન વેરવિખેર હાલતમાં જણાયો હતો. તેથી આ તોડફોડ અંગે પૂછાતા આરોપી શખ્સોએ ત્યાં આવી તોડફોડ કરી હોવાનું સામે આવ્યું હતું. બાદમાં ચારેય શખ્સો ફરીથી તલવાર અને ચપ્પુ સાથે ઘરે આવીને ફરિયાદી પર હુમલો કરી દીધો હતો. વધુમાં આરોપી શખ્સોએ પોલીસ ફરિયાદ કરવાથી જાનથી મારી નાખવાની ધમકી પણ આપેલ હતી.