નારોલમાં ટ્રાન્સપોર્ટના વેપારી સાથે તેના જ ડ્રાઇવરે કરી છેતરપિંડી : ૩.73 લાખનો મિલ્ક પાઉડર સેરવી થયો ફરાર
સૂત્રો દ્વારા જણાઈ રહ્યું છે કે, નારોલમાં ટ્રાન્સપોર્ટના વેપારી સાથે તેના જ ડ્રાઇવરે છેતરપિંડી કરી મિલ્ક પાઉડરના ૧૦૦ થેલામાંથી 50 થેલાની તસ્કરી કરી ફરાર થઈ ગયો હતો. આ મામલે પ્રાપ્ત થતી વિગતો મુજબ આ બનાવ અંગે નારોલમાં ટ્રાન્સપોર્ટની કંપનીમાં સુપરવાઈઝર તરીકે કામ કરતાં 57 વર્ષીય રમેશભાઈ મહેતા દ્વારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે નોંધાવેલ ફરિયાદ અનુસાર ગત તા. 8 માર્ચે નારોલ ટ્રાન્સપોર્ટ કંપનીમાંથી ડ્રાઈવરને કન્ટેનર લઈને રાજસ્થાનના જયપુરની કંપનીમાંથી ૧૦૦ થેલા મિલ્ક પાઉડર હિંમતનગરમાં સાબર ડેરીમાં પહોંચાડવા જણાવેલ હતું. જાણવા મળી રહ્યું છે કે, ડ્રાઈવરે કન્ટેનર સાબર ડેરી ન પહોંચાડીને પાઉડરનો જથ્થો સેરવી લીધો હતો ઉપરાંત કન્ટેનરને હરિયાણાના દીહાના ગામ નજીક બિનવારસી હાલતમાં મૂકી દીધું હતું. આ અંગે ટ્રાન્સપોર્ટ કંપનીના માલિકોને જાણ થતાં ટ્રકનું મેળવી અને ત્યાં સુધી પહોંચી ટ્રકની તપાસ કરતાં તેમાં રાખવામા આવેલ મિલ્ક પાઉડરના ૧૦૦ થેલામાંથી 50 થેલાની ચોરી થઈ હોવાનું સામે આવ્યું હતું. આ મામલે વધુ તપાસ હાથ ધરતા ૩.73 લાખનો મિલ્ક પાઉડર ચોરાયો હોવાનુ ખૂલ્યું હતું.આ મામલે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આ અંગે આગળની વધુ તપાસ હાથ ધરી છે.