ટંકારા ખાતે આવેલ છતર ગામે એક યુવાન પર ચાર શખ્સોનો હુમલો
ટંકારા ખાતે આવેલ છતર ગામે એક યુવતી સાથે વાતચીત કરવા મામલે એક યુવાન પર ચાર શખ્સોએ હુમલો કરી દેતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ મામલે સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ ફરિયાદીને આરોપીની દીકરી સાથે અગાઉ વાત ચિત કરવાના સંબધ હોવાના કારણે આરોપી શખ્સોએ ઢીકા પાટુનો માર મારી લોખંડ પાઈપ વડે હુમલો કરી દીધો હતો. આ મામલે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા નોંધાવેલ ફરિયાદ અનુસાર પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી છે.