અંજાર ખાતે આવેલ મોટી ખેડોઈમાંથી એક બાઈકની તસ્કરી થતાં અંજાર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ
અંજાર ખાતે આવેલ મોટી ખેડોઈમાંથી એક બાઈકની તસ્કરી થતાં અંજાર પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ મામલે મયૂરસિંહ પ્રિયવંતસિંહ ઝાલા દ્વારા અંજાર પોલીસ મથકે નોંધાવેલ ફરિયાદ અનુસાર ગત તા. 20/03ના રોજ ફરિયાદી રાતના સમયે પોતાની બાઇક પોતાના ઘર બહાર પાર્ક કરી સૂઈ ગયેલ હતા. બાદમાં બીજા દિવસે સવારે ઉઠી જોતાં તેમની બાઇક હાજર મળી ન હતી. બાઇક ગુમ જણાતા આસપાસના વિસ્તારમાં તપાસ હાથ ધરી હોવા છતાં પણ બાઈકનો કોઈ પતો ન મળતા ગામના સીસીટીવી કેમેરાની ફોટેજ ચેક કરતાં કોઈ ત્રણ ઈશમો ફરિયાદીની બાઇકની ચોરી કરી જતાં જણાયા હતા. આ મામલે આરોપી ઈશમો વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે નોંધાવેલ ફરિયાદ અનુસાર આગળને વધુ તપાસ હાથ ધરી છે.