માંડવી ખાતે આવેલ દરશડી ગામમાંથી કુલ 1.66 લાખનો દારૂ ઝડપાયો : આરોપી ફરાર

copy image

copy image

માંડવી ખાતે આવેલ દરશડી ગામમાંથી કુલ 1.66 લાખનો દારૂ એલસીબીની ટીમ દ્વારા પકડી પાડવામાં આવેલ છે,પરંતુ હાથ ધરવામાં આવેલ કાર્યવાહી દરમ્યાન આરોપી શખ્સ હાજર મળ્યો ન હતો. આ મામલે સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર  એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમ્યાન તેમને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે,માંડવી ખાતે આવેલ  દરશડી ગામના ભાવસંગજી ભગુભા જાડેજા નામના શખ્સે પોતાના કબ્જાના  વરંડા તથા ગાડીમાં શરાબનો જથ્થો  છુપાવીને રાખેલ છે. તેમજ આ આ જથ્થો સગેવગે કરવાની પૈરવીમાં છે.  મળેલ બાતમીના આધારે એલસીબીની ટીમે બાતમી વાળા સ્થળ પર દરોડો પાડી  શરાબની 527 બોટલ કિં. રૂા. 1,66,930 તથા કાર કિં.રૂા. 1,00,000 એમ કુલે રૂા. 2,66,930નો મુદ્દામાલ હસ્તગત કર્યો હતો. હાથ ધરવામાં આવેલ કાર્યવાહી દરમ્યાન આરોપી શખ્સ હાજર મળ્યો ન હતો. પોલીસે તમામ મુદ્દામાલ કબ્જે કરી આરોપી શખ્સને ઝડપી પાડવા આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.