પ્રોહીબીશનનો ગણનાપાત્ર કેશ શોધી કાઢતી ભચાઉ પોલીસ

મહે.પોલીસ અધિક્ષક શ્રી સાગ૨ બાગમાર સાહેબ પૂર્વ કચ્છ ગાંધીધામ તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી સાગર સાંબડા સાહેબ ભચાઉ વિભાગ, ભચાઉ નાઓ તરફથી જીલ્લામાં પ્રોહીબીશનની બદી નેસ્ત નાબુદ ક૨વા આપેલ સુચના અને માર્ગદર્શન હઠળ ભચાઉ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટરશ્રી એસ.વી.ગોજીયા તથા પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી ડી.જે.ઝાલા તથા સર્વેલન્સ સ્ટાફના માણસો ભચાઉ ટાઉન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન ખાનગી રાહે બાતમી હકિકત મળેલ કે બળવંત ઉર્ફે બળુ ભચુભાઇ મણકા રહે હીંમતપુરા વિસ્તાર ભચાઉ વાળો પોતાના માલીકીની કાળા કલરની સ્કોર્પીયો ગાડી જેના રજી નંબર જી.જે ૧૨ એફ.સી ૯૭૦૭ વાળીમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરી નવાગામ થી હીંમતપુરા તરફ આવી રહેલ છે જે બાતમી હકિકત આધારે પંચો તથા પોલીસ સ્ટાફના માણસો સાથે વોચમાં રહી સદરહું બાતમી હકીકત વાળી સ્કોર્પીયો ગાડી આવતાં તેને રોકાવી ઝડતી તપાસ ક૨તાં ભા૨તીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો મળી આવતાં પકડાયેલ ઈસમ વિરૂધ્ધ પ્રોહીબીશન ધારા તળે ગુનો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

પકડાયેલ આરોપી

(૧) બળવંત ઉર્ફે બળુ ભચુભાઈ મણકા ઉ.વ ૫૧ ૨હે. હીંમતપુરા વિસ્તાર ભચાઉ

પકડવાનો બાકી આરોપી

(૧) કાના વેલા બઢીયા મુળ ૨હે જુની મોટી ચિરઈ તા.ભચાઉ હાલે ૨હે વર્ષામેડી તા.ભચાઉ