પ્રોહીબીશનનાં લીસ્ટેડ બુટલેગરને પાસા તળે અટકાયત કરતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ, પુર્વ – કચ્છ ગાંધીધામ

આગામી લોકસભા ચુંટણી -૨૦૨૪ અનુસંધાને મ્હે.પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર સાહેબ પૂર્વ કચ્છ, ગાંધીધામ નાઓ તરફથી જિલ્લામાં પ્રોહીબીશનની પ્રવૃતિ આચરતા ઇસમો પર રોક લગાવવા અને જરૂરી અટકાયતી પગલા લેવા સુચના આપેલ હોય જેથી ઈન્ચાર્જ પોલીસ ઇન્સપેકટર એન.એન.ચુડાસમા એલ.સી.બી. દ્વારા પ્રોહી.બુટલેગ૨ નવઘણ ઉર્ફે ઉમેદ હિંદાભાઈ ભરવાડ વિરુધ્ધ ગાગોદર તથા આડેસર પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનનાં ગુનાઓ દાખલ થયેલ હોય જે અન્વયે પાસા દરખાસ્ત તૈયાર કરવામાં આવેલ અને કલેકટરશ્રી કચ્છ તરફથી પાસા દરખાસ્ત મંજુર રાખી પાસા વોરંટ ઇશ્યુ કરતા એલ.સી.બી. તથા આડેસર પોલીસ સ્ટાફ દ્વારા ઉપરોકત ઇસમને પકડી પાડી પાસા તળે અટકાયતમાં લઈ અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે જેલ હવાલે મોકલી આપવામા આવેલ છે.

અટકાયતીનું નામ

નવઘણ ઉર્ફે ઉમેદ હિંદાભાઈ ભરવાડ ઉ.વ. ૨૪ રહે. પલાસવા તા.રાપર

ઉપરોકત આરોપી વિરુધ્ધ નીચે મુજબના ગુના દાખલ થયેલ છે.

(૧) ગાગોદર પો.સ્ટે. ગુ.ર.નં. ૦૦૬૫/૨૩ પ્રોહી.૬.૬૫એ,ઈ,૧૧૬બી,૮૧,૯૮(૨) (૨) આડેસર પો.સ્ટે.ગુ.૨.નં. ૦૦૨૩/૨૪ પ્રોહી.૬.૬૫એ,ઇ,૧૧૬બી,૮૧,૯૮(૨)

(૩) આડેસર પો.સ્ટે.ગુ.ર.નં. ૦૦૩૧/૨૪ પ્રોહી.૬.૬૫એ,ઇ,૧૧૬બી,૮૧,૯૮(૨)

આ કામગીરી એલ.સી.બી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેકટર એન.એન.ચુડાસમા તથા પોલીસ સબ ઇન્સપેક્ટર બી.જી.રાવલ આડેસર પો.સ્ટે. તથા એલ.સી.બી. સ્ટાફ તથા આડેસર પોલીસ સ્ટાફ દ્વારા કરવામા આવેલ છે