આદિપુરમાં 14 વર્ષીય કિશોરીની છેડતી કરનાર આરોપી શખ્સને જેલના હવાલે કરાયો

copy image

copy image

આદિપુરમાં 14 વર્ષીય કિશોરીની છેડતી કરનાર આરોપી શખ્સને જેલના હવાલે કરી દેવામાં આવેલ છે.આ મામલે સૂત્રો દ્વારા મળતી માહતી અનુસાર, આદિપુરની મૈત્રી શાળા સામે બગીચાની દીવાલ નજીક એક શખ્સે 14 વર્ષીય કિશોરીની  છેડતી  કર્યા હોવાનો બનાવ પોલીસ ચોપડે ચડ્યો હતો. આ બનાવ અંગે જાણવા મળી રહ્યું છે કે, શહેરના સતરા હજાર  વિસ્તારમાં રહેનાર 14 વર્ષીય એક કિશોરીનો આદિપુરના એક શખ્સ સાથે પરિચય થયો હતો. ગત તા. 27/3ના બપોરના  સમયે આ શખ્સે કિશોરીને ત્યાં જઇ તેને વાહનમાં બેસાડીને આદિપુર મૈત્રી શાળા સામે બગીચાની દીવાલ નજીક લઇ જઈ વાતચીત બાદ આ શખ્સે કિશોરી સાથે અડપલાં કરતાં કિશોરીએ વિરોધ કરી રાડારાડ કરતાં લોકો એકઠાં થઈ ગયા હતા. અને આ મામલે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે નોંધાવેલ ફરિયાદના આધારે કાર્યવાહી હાથ ધરી અને આરોપી શખ્સને જેલના હવાલે કરી દીધો હતો.