ભચાઉ તાલુકાનાં ચોપડવામાં 35 વર્ષીય યુવાને ગળે ફાંસો ખાઈ જીવનલીલા સંકેલી

copy image

copy image

ભચાઉ તાલુકાનાં ચોપડવામાં 35 વર્ષીય યુવાને ગળે ફાંસો ખાઈ પોતાની જીવનલીલા સંકેલી લીધી હતી. આ બનાવ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ ભચાઉ તાલુકાનાં ચોપડવામાં અંકુર સોલ્ટ કંપનીમાં  35 વર્ષીય મીન્ટુરાય પ્રભુરાયએ ગળે ફાંસો ખાઈ મોતને ભેટો કરી લીધો હતો. પ્રાપ્ત વિગતો મુજબ  ગત તા. 27ના  રાત્રીના 10.30 વાગ્યાના સમયે  હતભાગી  યુવાને  અગમ્ય કારણોસર લોખંડના પાઈપમાં ગમછા વડે ગળાફાંસો ખાઈ મોતને વ્હાલું કરી લીધું હતું. આ બનાવ અંગે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની વધુ તપાસ આદરી છે.