પોક્સોના ગુનામાં ભાગેડુ આરોપી શખ્સને મુંદ્રા પોલીસે પાટણથી દબોચ્યો
સૂત્રો દ્વારા જણાઈ રહ્યું છે કે, પોક્સોના ગુનામાં ભાગેડુ જાહેર કરવામાં આવેલ દશરથ ઉર્ફે ભરત ઉર્ફે જિગો કાંતિલાલને મુંદ્રા પોલીસે પાટણથી દબોચી લીધો હતો. આ મામલે પ્રાપ્ત થતી મુજબ, પોલીસને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, મુંદ્રા પોલીસ મથકે નોંધાયેલા પોક્સોના ગુનામાં સેશન્સ કોર્ટે દશરથને ભાગેડુ જાહેર કર્યા બાદ પણ હાથમાં આવેલ ન હતો તે હાલમાં, પાટણમાં હાજર છે. મળેલ બાતમીના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી અને આરોપી શખ્સને પાટણથી દબોચી જેલના હવાલે કરી દીધો હતો. આ મામલે આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.