નુંધાતડમાં ડમ્પરે બાઈકને  અડફેટે લેતાં ગંભીર ઈજાના  પગલે બાઈક ચાલકનું મોત 

copy image

copy image

 નુંધાતડમાં ડમ્પરે ગામના બાઈક ચાલકને  અડફેટે લેતાં ગંભીર ઈજાના પગલે તેનું મોત થયું   હતું યુવક બાઈક લઈ કનકપર જવા નીકળ્યો, પરંતુ ગામ મૂકે તે પહેલા કાળ નળ્યો. નુંધાતડના માર્ગ અકસ્માતમાં મોતના બનાવ અંગે કોઠારા પોલીસ મથકે મૃતકના મોટાભાઈએ નોંધાવેલી ફરિયાદ મુજબ  સવારના આરસામાં  તેમના નાનાભાઈ બાઈક લઈને કનકપર જઈ રહ્યાં  હતા . ત્યાં તે નુંધાતડમાં  રોડ ઉપર ડમ્પર  જેના ચાલકે પૂર ઝડપે – બેદરકારીથી ડમ્પર ચલાવી યુવકની બાઈકને અડફેટે લઈ લીધો હતો. ચાલક અકસ્માત બાદ ડમ્પર મૂકી ભાગી  ગયો હતો યુવકને માથામાં ગંભીર ઈજા થતાં તેને એમ્બ્યુલન્સ મારફત નલિયાની સરકારી હોસ્પિટલમાં  ખસેડાયો હતો, પરંતું  ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યા હતા. કોઠારા પોલીસે ડમ્પરચાલક વિરુદ્ધ માર્ગ અકસ્માતમાં ઈજા પહોંચતા મોત નીપજ્યાનો ગુનો નોધી આગળ ની  તપાસ હાથ ધરી છે.