મોથાળા પાસે જમવાની હોટેલમાં 12હજારની ચોરી
અબડાસા તાલુકાના મોથાળાના શખ્સએ નોંધાવેલી ફરિયાદ મુજબ તેની મોથાળા ચાર રસ્તા પાસે જયશ્રી માજીસા નામની જમવાની હોટેલ છે. ગત તા. 2/5ના રાત્રે આઠથી દસ ગ્રાહકો જમવા આવ્યા હતા અને હોટેલમાં કામ કરતા માણસો રજા પર હોવાથી હોટેલના માલિક ગલ્લો મૂકી પીરસવાના કામ માં પરોવાયા હતા.તે દરમ્યાન કોઈ અજાણ્યા ચોર ઈસમે ગલ્લા પર હાથ મારી 12 હજારની ચોરી કર્યાની નલિયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.