ભારત સરકારના ગૃહ મંત્રાલય દ્વારા કચ્છ જિલ્લાના જાહેર કરેલ નોટીફાઇડ એરીયામાં પરવાનગી વિના પ્રવેશ કરનાર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરતી SOG પશ્ચિમ કચ્છ- ભુજ

કચ્છ જિલ્લો દરિયાઇ અને જમીની રીતે આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવતો હોય જેથી દેશની આંતરિક સુરક્ષા માટે વ્યુહાત્મક મહત્વ ધરાવે છે. જેની ગંભીરતાને ધ્યાને લઇ ભારત સરકારના ગૃહ મંત્રાલય દ્વારા ભારતીય રાજપત્ર પ્રસિધ્ધ કરી કચ્છ જિલ્લાના અમુક વિસ્તારને પ્રતિબંધિત વિસ્તાર (નોટીફાઇડ એરીયા) તરીકે જાહેર કરવામાં આવેલ છે. તેમજ આવા નોટીફાઇડ એરિયામાં જતાં પહેલા અધિકૃત અધિકારીની પરવાનગી મેળવવી જરૂરી છે.
કચ્છ જિલ્લામાં થયેલ ઔધોગિક વિકાસ અને પર્યટન વિકાસના કારણે પરપ્રાંતિય ઇસમોની અવરજવર તથા સ્થાયી વસવાટ વધવા પામેલ છે. જે બાબતને ધ્યાને લઇ શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ, પોલીસ અધિક્ષકશ્રી, પશ્ચિમ કચ્છ-ભુજનાઓ દ્વારા સદર નોટીફિકેશનની ચુસ્તપણે અમલવારી કરાવવા અને નોટીફિકેશનનો ભંગ કરનાર ઇસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સુચના આપેલ હોય જે અન્વયે એસ.ઓ.જી.ના અધિકારીઓ અને કર્મચારીઓ કાર્યરત હતા.
દરમ્યાન જમ્મુ અને કાશ્મીર રાજયના બે ઇસમો કોઠારા વિસ્તારમાં રોકાયેલ હોવાની હકિકત અંગે તેઓને વિશેષ ઇન્ટ્રોગેશન માટે એસ.ઓ.જી. કચેરી, ભુજ ખાતે લાવી પૂછપરછ કરતાં મજકુર ઇસમો (૧) જાવેદઈકબાલ સ/ઓ મોહમદઅસરફ શેખ, ઉવ.૩૦ તથા (૨) મહોંમદ મુસ્તાક સ/ઓ હસનદીન રેસી, ઉવ ૨૫, રહે. બંને ગામ. અતોલી, તા. મંડી, જી. પુંછ, રાજ્ય, જમ્મુ & કાશ્મીર વાળાઓએ કચ્છ જિલ્લાના નારાયણ સરોવર વિસ્તારમાં કોઇપણ અધિકૃત અધિકારીની
પરવાનગી વિના ગયેલ હોય જણાવેલ જેથી મજકુર ઇસમોએ ભારત સરકારના ગૃહ મંત્રાલય દ્વારા ભારતીય રાજપત્રથી પ્રતિબંધિત જાહેર કરેલ કચ્છ જિલ્લાના અમુક વિસ્તારો પૈકી નારાયણ સરોવર વિસ્તારમાં કોઇપણ અધિકૃત અધિકારીની પરવાનગી વિના પ્રવેશ કરી કાયદેસરના નોટીફિકેશનનો ભંગ કરેલ હોય જેથી બંને ઇસમો વિરૂધ્ધ નારાયણ સરોવર પો.સ્ટે.માં ગુનો દાખલ કરી આગળની વધુ તપાસ એસ.ઓ.જી.ના પો.સ.ઇ.શ્રી ટી.બી રબારીનાઓ ચલાવી રહેલ છે.
આરોપીઓની વિગત-
(૧) જાવેદ ઈકબાલ સ/ઓ મોહમદઅસરફ શેખ, ઉવ.૩૦ તથા
(૨) મહોંમદમુસ્તાક સ/ઓ હસનદીન રેસી, ઉવ ૨૫,
રહે. બંને ગામ. અતોલી, તા. મંડી, જી. પુંછ, રાજ્ય. જમ્મુ & કાશ્મીર
કામગીરી કરનાર અધિકારીશ્રી તથા કર્મચારીઓ-
એસ.ઓ.જી., ભુજ તથા કોઠારા પોલીસ સ્ટેશનના અધિકારીઓ તથા કર્મચારીઓ દ્વારા સદર કાર્યવાહી કરવામાં આવેલ છે.
નમ્ર અપીલ
તેમજ કચ્છ જિલ્લાની જનતાને પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસ દ્વારા ખાસ અપીલ કરવામાં આવે છે કે, આપની આસપાસ અથવા સરહદી વિસ્તારમાં કોઇ શંકાસ્પદ ઇસમો કે ગતિવિધી જોવામાં તો તાત્કાલિક એસ.ઓ.જી., ભુજના મો.નં. ૬૩૫૭૩-૧૫૯૦૧ પર વોટસએપ મેસેજ અથવા કોલ કરીને અથવા સ્થાનિક પોલીસને જાણ કરવી તેમજ માહિતી આપનારની ઓળખ ગુપ્ત રાખવામાં આવશે.