77મા પ્રજાસત્તાક દિનની ઉજવણી નિમિત્તે ભુજ તાલુકા પંચાયત ખાતે ધ્વજવંદન કરાયું

૭૭મા પ્રજાસત્તાક( ગણતંત્ર ) દિનની ઉજવણી તાલુકા પંચાયત કચેરી ભુજ ખાતે તાલુકા પંચાયત ઉપપ્રમુખ પ્રવિણાબેન આર. રાઠોડના હસ્તે ધ્વજવંદન કરી કરવામાં આવી સાથે તાલુકાના મ.તા.વિ.અ. માવજીભાઈ મહેશ્વરી, વિસ્તરણ અધિકારી માવજીભાઈ પરમાર,ભચુભાઈ મહેશ્વરી તથા તાલુકા પંચાયત કચેરીના કર્મચારીઓ ઉપસ્થિત રહેલ

આ પ્રસંગે ભુજ પ્રાથમિક શાળા નંબર ૧૦ ના વિધાર્આથીઓ અને શિક્ષક ગણ સાથે તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ તેમજ માજી તા.વિ.અ. હુસૈન ભટ્ટી અને દામજી મતીયા જોડાયા હતા અને હાજર રહેલ વિધાર્થીઓને પલ્લવીબેન ઉપાધ્યાય મહિલા મોરચા પ્રમુખ દ્વારા મીઠાઈનું વિતરણ કરવામાં આવેલ.

કાર્યક્રમનું સંચાલન ભુજ શાળા નં. ૧૦ ના આચાર્ય શ્રી યોગેશભાઈ જરદોસ દ્વારા અને વ્યવસ્થા મંથન દરજી , હિતેંદ્ર રાવલ , અરજણ જરૂ દ્વારા સંભાળવામાં આવેલ.