લખપત તાલુકાના મુધાનની સીમમાં બે પવનચક્કીમાથી 70 હજારના વાયરની ચોરી
લખપત તાલુકાના મુધાનની સીમમાં ખાનગી કંપનીની બે પવનચક્કીની કેબિનમાં નુકસાન કરી પાંચમા માળના ટાવર ઉપરથી 70 હજારના વાયરની ચોરી થવાની ફરિયાદ નોંધાવાઈ હતી . ખાનગી સિક્યુરિટી સર્વિસના ઓફિસર એ નોંધાવેલી ફરિયાદ અનુસાર તેઓ લખપત તાલુકાના મુધાન સીમમાં જી.ઈ. કંપનીની સિક્યુરિટીનું કામ કરે છે. જેમાં બે પવનચક્કી ટાવરના પાંચમા માળના ટાવર ઉપર તા. 13/4થી 2/5 દરમ્યાન કોઈ અજાણ્યા શખ્સે કેબિનના ઉપર ચડી ટાવરોમાં તોડફોડ કરી તેમાંથી 950 મીટર કોપર વાયર તથા 50 મીટર અર્થિંગ વાયર જેની કિં. રૂા. 70,000ની ચોરી થઈ હતી. દયાપર પોલીસ મથકે ફરિયાદ દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી.