ભુજમાં બેન્કના સિક્યુરિટી ગાર્ડના ગનમેન સામે અગ્નિશત્ર કાયદાનો ભંગનો ગુનો દાખલ
કલેક્ટરની મંજૂરી વિના પરવાનાવાળી 12 બોરની બંદૂક રાખનાર બેન્કના સિક્યુરિટી ગાર્ડના ગનમેન સામે અગ્નિશત્ર કાયદાનો ભંગ કરવાની કાર્યવાહી કરાઈ છે.પોલીસ ને પેટ્રોલિંગ દરમ્યાન ખાનગી બાતમી મળી કે, બેન્ક ઓફ બરોડા ભુજ ખાતે ગનમેન તરીકે સિક્યુરિટી ગાર્ડની નોકરી કરતા શખ્સ પાસે પરવાનાવાળી બંદૂક છે પરતું તેની પાસે આ અગ્નિશત્ર જિલ્લામાં રાખવા સંબંધે નિયત સમયમર્યાદામાં કલેક્ટર પાસેથી લેવાની થતી મંજૂરી નથી. આ બાતમીના આધારે શખ્સ વિરુદ્ધ આર્મ્સ એક્ટના કાયદાનો ભંગ બદલનો ગુનો એ-ડિવિઝન પોલીસ મથકે નોંધાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.
 
                                         
                                        