ભુજના ક્રિકેટ મેદાનમાથી માધાપરનો યુવક ગૌમાંસના જથ્થા સાથે ઝડપાયો
બે દિવસ પૂર્વે માધાપરના યુવકને શંકાસ્પદ સાડા ચાર કિલો માંસના જથ્થા સાથે પોલીસે ઝડપી લીધા બાદ પરીક્ષણમાં તે માસનો જથ્થો ગૌમાંસનો નીકળતાં તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી થઈ હતી. ગત તા. 3/5ના બી-ડિવિઝનના હે.કો. ને ભુજના હંગામી આવાસના ક્રિકેટ મેદાનથી યુવાન પાસેથી તેની એક્ટિવામાંથી શંકાસ્પદ આશરે સાડા ચાર કિલો માંસનો જથ્થો મળી આવ્યો હતો. એક્ટિવા કિં. રૂા. 10,000 તથા એક મોબાઈલ કિં. રૂા. 5000ના મુદ્દામાલ સાથે પકડી પડ્યો હતો. આરોપી પાસેથી મળી આવેલા આ શંકાસ્પદ માંસને પરીક્ષણ અર્થે એફ.એસ.એલ. રાજકોટ ખાતે મોકલાતાં તેના પૃથક્કરણમાં આ માંસ ગૌવંશનું હોવાનું જાણવામાં આવ્યું હોવાથી આરોપી વિરુદ્ધ પશુ સંરક્ષણ સુધારા અધિનિયમ તથા પશુ પ્રત્યે ઘાતકીપણુ અટકાવવાની કલમો હેઠળ બી-ડિવિઝન પોલીસે ગુનો નોધી આગળ ની કાર્યવાહી હાથ ધરી છે. તેમજ , આ જથ્થો તે ક્યાંથી લાવ્યો તે દિશામાં પણ તપાસ આદરતાં આ કેસમાં અન્યોના પણ નામ ખૂલવાની પુરી શક્યતા જોવાઈ રહી છે.